મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023
ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડાવામાં આવેલ છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના Online Application ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે. અગાઉ આપણે બ્યુટી પાર્લર સહાય યોજના વિશે માહિતી મેળવી. આજે આપણે મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી મેળવીશું.
Free Silai Machine Yojana more info
સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે. સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
સિલાઈ મશીન યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)
રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર સિલાઈ બાબતે કોઈ નવો ધંધો કે વ્યવસાય, અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીનના સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીનનો સંચો આપવામાં આવે જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.
Important Point Of Free Silai Machine Yojana Yojana
| આર્ટિકલનું નામ | મફત સિલાઈ મશીન યોજના |
| મુખ્ય યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
| સિલાઈ મશીન યોજના કઈ યોજનાનો ભાગ છે? | Manav Kalyan Yojana Gujarat |
| આ યોજનાના હેઠળ શું લાભ મળે? | લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સિવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે. |
| સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 21500/- ની સાધન સહાય મળશે. |
| આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
| મળવાપાત્ર સહાય | દરજી કામ માટે સિલાઈ મશીન |
| અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
| Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
| Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
| e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Application Process |
Comments
Post a Comment